भावसे भजन कर

राग:- जनम तेरो बातों ही बीत गयो. जैसा
તા. ૪.૯.૨૫.
भजन तु भाव से कर ले, अंतर अवधेश को धरले भूखा हे भाव का भूधर, प्रसादी प्रेम रस धर ले

ना उनको राग की आशा, ना झूठे बोल की भाषा वो जाने मनकी परिभाषा, निखालस नाद तु कर ले

अश्रु आए जो अखियन में, समझ मन लागा चरणन में हरदम हरि का भजन करके, नैया भव पार तु कर ले

भजन “केदार” क्या किन्हा, तद्यपि बहुत कुछ दीन्हा दयानिधि दीन की आशा, शामिल सेवकमे तु करले

ભાવાર્થ:- મિત્રો, બ્રહ્મ લીન નારાયણ બાપુ, સ્વ. કવિ શ્રી “દાદ” જેવાના વચનો અને મારા વાંચન- શ્રવણનો નિચોડ મને એકજ લાગ્યો કે નવધા ભક્તિ માંહેની એક ભક્તિ એટલે ભજન ગાયન, પણ આ ભજન ભાવ પૂર્ણ હોવું જોઈએં. ઈશ્વર દયાળુ છે, એને કોઈ રાગ-રાગણી આવડતી હોય તો જ ભજન થાય એવું નથી, અવાજ- તાલ-ઢબ ગમે તેવા હોય એની પરવાહ એ કરતો નથી, એ પોતાને ગમે એવો તાલ-ઢબ બધું ગોઠવી લેશે, બસ સારા શબ્દોમાં ભરપૂર ભાવ હોવો જોઈએં, ભાવ વિનાના ભજનનો કોઈ ફાયદો થતો નથી. તને ઘડનારો તારા બધા મનોરથ જાણે છે, માટે દંભ કરવાથી કોઈ ફાયદો નથી. અને જ્યારે તારી આંખમાં ભાવ સભર અશ્રુ બિંદુ આવે ત્યારે સમજી લેજે કે તારા હ્રદયમાં સાચો ભાવ-ભક્તિ જાગી છે, અને આવા ભજન કરીને તારા જીવનની નાવડીને તું ભવસાગર પાર કરી શકીશ.
હે નાથ, મેં ભજનો તો ગાયા છે પણ એના પ્રમાણમાં તેં મને જે આપ્યું છે એ તો મારી લાયકાતથી અનેક ગણું છે, ફક્ત ભૌતિક સુખ સમજનારા કદાચ ધન-દોલતને સાચું સુખ માનતા હશે, પણ ૮૧, વર્ષે હજુ મારું શરીર તંદુરસ્ત છે, વાહન ચલાવું છું, સારા અવાજમાં તારા ભજન ગાઈ શકું છું, આંખ-કાન-દાંત સો ટકા સાથ આપે છે, શું આ મારા માટે અઢળક નથી? છતાં માનવ છું, લાલચ તો હોયજ, માટે એક આશા છે કે તું મને તારા સેવક ગણમાં સ્થાન આપજે એજ અભ્યર્થના છે.
જય નારાયણ.

Posted in Uncategorized | Leave a comment

ધરતીનો ઉમંગ

તા. ૨૭.૬.૨૫-અષાઢી બીજ.
આવી આવી આવી અષાઢી બીજરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ
હૈયે મારે ઊઠ્યો અનેરો આનંદરે, ભીંજાયો મારો આતમા રે લોલ…

બાર બાર મહિનાથી તરશ્યું આ અંતર મારું, તૃપ્તિ પામ્યું છે આજે પ્યાસું આ હૈયું મારું
કોરી મારી ચૂંદલડી ભીંજાઈરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ…

કાળી કાળી વાદળીમાં વીજલડી ચમકે, હૈયું હરખાયું મારું મનડું છે હરખે
અંતરમાં મારા ફૂટ્યા ઉમંગના બીજરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ…

ટહુકે મોરલિયોને થનગન છે નાચે, નાચે છે ધરતી પુત્રો આનંદમાં રાચે
ભરાશે હવે ધન ધાન્યના ભંડારરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ…

વસુંધરામાં હવે ફોરમ ફેલાશે, ઊભરાશે નદીઓ નાળા સરોવર લહેરાશે
“કેદાર” કીધા મેઘરાજાએ મંડાણરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ…

Posted in Uncategorized | Leave a comment

કળિયુગનો જોગી

તા.૨૬.૬.૨૫.
પહેર્યા ભગવા બન્યો જોગી, નીયત તો જગ ઠગવાની છે
બચીને ચાલજો મિત્રો, ઘોર કળિયુગ આવ્યો છે…

સાચા કોઈ શાસ્ત્ર ના જાણે, જીવે જોગવાઈ પરમાણે
થોડા મંત્રોમાં ભરમાવી, જગતમાં જાળ નાખે છે…

લજાવે વ્યાસ ગાદીને, સંગે તકસાધુને લઈને
ભજનનો ભેદ ના જાણે, ફકત બુમરાણ આદરે છે…

શોધીને લાલચુ જનને, બનાવી મૂર્ખ માનવને
ચાલાકી હાથની કરીને, ચમત્કારો બતાવે છે…

અગર મોકો મળે મોટો, બની બેસે મુનિ મોટો
ન રાખે ધન તણો તોટો, અજબ આદેશ આપે છે…

સંદેશો યમ તણો આવે, કારી હવે કોઈ ના ફાવે
“કેદાર” પોતેતો ડૂબે છે, અન્યને પણ ડુબાવે છે…

ભાવાર્થ:-મિત્રો, અત્યારે હળાહળ કળિયુગ ચાલે છે, પહેલાં કોઈ પ્રશ્ન હોય તો ગુરુ કે સંતો પાસે એનું સમાધાન-સાંત્વના લેવા જવાતું, પણ અત્યારે તો એવા ઘણાં બાવા ફાટી નીકળ્યા છે કે “બાવો” શબ્દ સાંભળીને પણ આદર આવતો નથી. કોઈ તપ નહીં, કોઈ સાધના-અભ્યાસ નહીં બસ દેખાવ એવો કરે જાણે જ્ઞાનનો ભંડાર હોય. પાંચ પચીસ શબ્દો ગોખીને અને હાથ ચાલાકી અજમાવીને લોકોને ઠગવાનો ધંધો કરી બેઠાં છે. જો કોઈ મોકો મળી જાય તો ધન-દોલત કમાવામાં કોઈ પરહેજ ન રાખે, ભલે પછી એ કોઈ પણ માર્ગે આવતી હોય. આવા લોકોથી બચવાની જરૂર છે.
પણ ઈશ્વરના દરબારમાં પાઈ-પાઈ કે એક એક પળનો હિસાબ થાય છે, અને સજા પણ થાય છે, આપણાં દુર્ભાગ્ય છે કે એ સજા દેખાતી નથી એટલે ડર લાગતો નથી. આમાં હું પણ એટલોજ જવાબદાર છું, સાચા સંતો બધું સમજાવે છે, પણ આ માયાને સમજાવવી ખૂબ અઘરી છે.
જય શ્રી રામ.

Posted in Uncategorized | Leave a comment

લંપટ નેતાને જાણો

તા.૨૨.૬.૨૫.
અવદશા આજ આ કેવી, નેતા થઈ જનને લૂટે છે
સેવા કે સાદગી નામે, કમાણી કરવા આવે છે…

બનાવી મંડળી મોટી, શપથ લઈ ઈશની ખોટી
વાણીમાં પ્રેમ વરસાવે, પ્રજાને મૂર્ખ માને છે

પહેરી દેખાવની ખાદી, કરે છે ખૂબ બરબાદી
ભલે હો દેશની હાની, તિજોરી તર એ રાખે છે…

બનાવે બંગલા મોટા, કરીને ખેલ સૌ ખોટા
ખજાનો ખૂબ ભરવાનો, ઇરાદો એ જ રાખે છે…

કહું કર જોડી મતદાતા, વિચારો રાખી મન સાતા
ના ખોટા ભ્રમમાં ભટકાતા, ભારત માતા તમારી છે…

હજુ છે હાથમાં બાઝી, ના કરશો લાલસા જાજી
“કેદાર” ના ટળશે બરબાદી, ટાણું ક્યાં રોજ આવે છે…

ભાવાર્થ:-મિત્રો,ભારતમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી ચાલતીહે છે, એટલે લખાયું કે ભારતનું બંધારણ કેવું છે ? તમે પોતે તમારા રાજા નિયુક્ત કરી શકો છો, અને એ પણ પાંચ વરસ માટે, જો એ બરાબર ન લાગે તો પછી પાછા બીજાને લાવી શકો. પણ છતાં ભ્રષ્ટ, અયોગ્ય નેતા કેમ ચૂંટાઈ આવે છે? અને આપણે છાજિયાં લેતા રહીએ છીંએ, આ ભૂલ કોની છે? અમુક તો છાપેલ કાટલાં, દેશ વિરોધી કાર્યો કરે, જાહેર મંચ પર દુશ્મનોને સાથ આપવાની વાતો કરે, ગુંડાઓ છાકટા બનીને ફરે, આપણને દબાવીને પૈસા પડાવે, બહેન દીકરીઓની લાજ ખુલ્લે આમ લૂંટાય, પાછા એમના સંતાનો એનાથી પણ સવાયા દાદાગીરી કરે અને આપણે રડીએ કે આ દેશ હવે રહેવા જેવો રહ્યો નથી. અરે ભાઈ આ બધું મત આપતાં પહેલાં કેમ ન વિચાર્યું? થોડી લાલચમાં કે ભ્રમમાં કેમ ફસાયા? સૌથી પહેલાંતો તમે જવાબદાર છો. તમે દેશ દ્રોહી છો, આજે ઈમાનદાર લોકો રાજકારણમાં આવતા નથી કે ચૂંટાતા નથી, ચૂંટાય તો ભ્રષ્ટ લોકો સુખે કામ કરવા દેતા નથી. જો ઇમાનદાર લોકો ચૂંટાશે તો સરકારી નોકરો પણ ફરજિયાત ઈમાનદાર બનશે, અત્યારેતો લાંચ લેતા પકડાય તો લાંચ આપીને છુટી જાય એવો તાલ છે. આ બધા દુખનું કારણ આપણે મતદાતા છીંએ. બાકી જ્યાં રામ-કૃષ્ણ જેવાને અવતાર લેવા માટે ભારતમાં આવવું પડતું હોય એ ભૂમી રહેવા માટે યોગ્ય ન હોય?

Posted in Uncategorized | Leave a comment

आखिरी छलांग

आखिरी छलांग

6,5, 25
भारत का दो भाग किया पर चूक हो गई शासक की, मोदीजी उम्मीद आपसे नापाकको पाठ सिखाने की।
देश समूचा मांग कर रहा, दुश्मनको सजा कडी देने की, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।।

हिंदू मुस्लिम शिख इसाई, हे सब भाई हमारा, लेकिन पीठ में खंजर मारे वो कैसा भाईचारा।
गिविंदने हे बात बताई, हन ता हे तो हन ने की, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।।

हे पडोशी ना बदल पाएंगे, कहकर बहुत बहलाया हे, बदल डालो सोच सब ऐसी, वो तो उसको भाया हे,
पहलगांवसे पहेल करो अब, घडी हे आंख दिखानेकी, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।।

लंकामे भी कुछतो न्याय था, मात को न हाथ लगाया था, पर येतो हे ऐसे राक्षस, देवों को भी डराया था।
ना कोई वहां हे विभीषण, ना संभावना ज्ञानी की, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।।

शेष नागके शीश पर धरती नजरें कौन उठायेगा, पर घरमे बैठे छुपे सपोले, उससे कौन बचाएगा,
“केदार” भूमि भारत को सजाने, समय हे लंका जलानेकी, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।।

सर्जिकल स्ट्राइक के समय मोदीजी ने कहा था की सब इधर उधर देखते रहे और हमने हनुमानजी की तरह आसमान से छलांग लगाई थी, तो हम सब आपकी एक और आखिरी छलांग लगानेकी आतुरतासे राह देख रहें हे।

Posted in Uncategorized | Leave a comment