
વૃક્ષો કપાય છે તો કપાવા દો, એમાં તમે શાના ગભરાવ છો?
કશું નથી લુટાતું કોઈનું અહીં, ને પંખીઓ પણ ઉડવા તૈયાર છે.
ભાઈકાકાના આ નગરમાં તેમનું કોઈ એક ચિહ્ન્ હવે શેષ નથી ,
અને તમે ભલા આમ માત્ર વૃક્ષના જવાથી મુંઝાવ છો.
આ ધામ હતું – હવે ગામ છે, શિક્ષણ પણ જ્યાં વેપાર છે.
ઊંડાણ નહિ, વિસ્તાર જેનો વ્યાપ છે,
એના પર થોડા વૃક્ષો તો શું આખેઆખું જંગલ પણ કુરબાન છે.
શાંત રહી ને કાપી જાવ, પ્રજા પંખીઓ જોવામાં વ્યસ્ત છે.
(આ લખાઈ હતી થોડા વર્ષો પહેલાં જયારે રેલ્વે સ્ટેસન આગળ વૃક્ષો કપાયા. ટ્રાફિક અને માનવ ની સુવિધા માટે જ આ પગલું લેવાયું હશે. પણ આપણે આપણી સુવિધાઓ માટે કોનું અને કેટલું નિકંદન કાઢીશું એનો ક્યારેય વિચાર પણ કર્યો છે?)
નોધ: કપાયેલા વૃક્ષનો ફોટો મિત્રના ફેસબુક પોસ્ટ માંથી લીધેલ છે.

