હવે ઉનાળો ભરપૂર બેઠો છે….માર્ચ માં જ તાપમાન નો કાંટો 43 સુધી પહોંચી ગયો છે અને જીવમાત્ર શીતળતા ની શોધ માં ભાગમભાગી કરી રહ્યા છે….આપણે તો શામળિયો રાજી છે….ઘેરબેઠા ઠંડક ના દરિયા ભરી દીધા છે…..શરીર ને ય ઠંડક અને હૈયા ય ટાઢાબોળ…! બસ એ સર્વે કારણ નો કારણ હૈયે વસ્યો છે એટલે બધે જ સુખ છે……ચાલો એ શ્રીહરિ ના આજના દર્શન કરી ને અખંડ શીતળતા ને પામીએ…




સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…..એ પછી એ જ સંત ના મુખે BAPS ના આદ્ય સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મહિમા ને ઉજાગર કરતું…” સ્વામીજી તો મહા પ્રતાપી એનું ધાર્યું થાય….” ભક્તકવિ છગન દાસ રચિત પદ રજૂ કર્યું…..! માત્ર 5 સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો પણ હૈયા માં હરિકૃષ્ણ મહારાજ …..અને શાસ્ત્રી યજ્ઞપુરૂષ દાસે પાછું વળી ને જોયું નથી….!!! આને કહેવાય…ભગવાન નું ધાર્યું થવું…!! અને એ જ ભગવાન ના ધારક ગુણાતીત સંત દ્વારા આજે પણ એ કાર્ય થઈ રહ્યું છે…..આગળ પણ થતું રહેશે…! એ પછી નીરવ અને ધવલ દ્વારા ” સેવા….અલૌકિક સેવા….તે અક્ષરધામ ની સેવા…” નૃત્ય પદ રજૂ થયું….! અને મનોચક્ષુ સમક્ષ….BAPS ના લાખો નિષ્ઠાવાન કાર્યકરો ની સેવા ગાથા ઓ છવાઈ ગઈ…..શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થા ના પાયા ભૂતળે નાખ્યા છે….સ્વયં શ્રીજી ની આ સંસ્થા હોય પછી તેની કઇ વાતે ખોટ હોય…??? જોગીબાપા ના સંકલ્પ મુજબ અત્યારે સત્સંગ છે તેનાથી લાખ ગણો સત્સંગ હજુ થાશે…..! તૈયાર છો ને….યા હોમ કરવા…???
એ પછી આપણા અક્ષરધામ પ્રોજેકટ હેઠળ સુરત કનાદ માં આકાર પામી રહેલા વિશાળ 4 થા અક્ષરધામ ના નિર્માણ નો વીડિયો રજૂ થયો…..2019 માં શરૂ થયેલા આ દિવ્ય નિર્માણ યાત્રા હવે પુર્ણાહુતી ને આરે છે…..તેના નિર્માણ કાર્ય ની વિશેષ સેવા સંભાળી રહેલા પૂ. મુનિવંદન સ્વામી એ આ સમગ્ર પ્રોજેકટ વિશે જણાવતા કહયુ કે…..( સારાંશ માત્ર)
- આ અક્ષરધામ નો સંકલ્પ આપણા ગુણાતીત ગુરુઓ અને સ્વયં શ્રીજી નો છે…2013 માં સદગુરુ સંત તરીકે પૂ.મહંત સ્વામી મહારાજ નાગપુર બિરાજમાન હતા એ સમયે ભૂતકાળ માં મુનિ વંદન સ્વામી ની પ્રમુખસ્વામી મહારાજ સાથે 2009 માં 58 મિનિટ સુધી મોટા મંદિર નો વિચાર ચર્ચાયેલો…એ વાત કરી….એ સમયે બાપા એ ભવિષ્ય ના એંધાણ આપી વાત ને સમય પર છોડી હતી….પણ એ જ વાત પર મહંત સ્વામી મહારાજે પોતાની સહમતી અને રાજીપો દર્શાવેલો….પછી તો વડીલ સંતો સાથે ચર્ચા વિચારણા શરૂ થઈ….જમીન અનેક જગ્યા એ લેવાઈ….અમુક કારણોસર પુનઃ વેચાઈ અને બીજે લેવાઈ….છેવટે કણાદ ગામે જમીન લેવાઈ અને મહંત સ્વામી એ કહ્યું તેમ (વીડિયો રજૂ થયો) 1000 વર્ષ નું વિચારી જમીન લેવાઈ….જગ્યા પણ 2018 માં , સ્વામીએ પોતે કેવળ નકશા પર અંગુલી નિર્દેશ કરી.. પસંદ કરી….! જમીન લેવા ના પ્રયત્ન શરૂ થયા….શરૂ માં મુશ્કેલ…અશક્ય જણાતું કાર્ય – ( કડવા પાટીદાર સમાજ ના અગ્રણી ધનેશભાઈ એ વિડીઓ માં આને ચમત્કાર જ કહ્યો) સફળ થયું…..જમીન મળી…! એની પાછળ કેવળ અક્ષરબ્રહ્મ ની જ કૃપા હતી…..બધી જમીન મળી પણ એક જમીન અનેક પ્રયત્નો પછી પણ મળે એમ નહોતી પણ મહંત સ્વામી એ કૃપા કરી તો એ જમીન સામે થી ઓછા ભાવે મળી…!!!
- એ જમીન જ કેમ?? બીજી કોઈ કેમ નહીં?? એવા મુનિવંદન સ્વામી ના પ્રશ્ન માં મહંતસ્વામી એ કહ્યું કે આ પૃથ્વી નું સર્જન થયું…ત્યાર થી જ આ ભૂમિ અક્ષરધામ માટે આરક્ષિત છે…સ્વયં શ્રીજી મહારાજ નો જ આ સંકલ્પ છે..મોટા પુરુષો અને શ્રીજીમહારાજ નો સંકલ્પ છે કે અહીં મોટું મંદિર બનશે……એક વિડીઓ કલીપ રજૂ થઈ…નેનપુર થી કોરોનાકાળ માં થયેલા એક વિડીઓ કોન્ફરન્સ માં સ્વામી એ આ વાત સ્પષ્ટ કરી….! સદગુરુ ઇશ્વરચરણ સ્વામી ના એક વીડિયો માં પણ આ જ વાત થઈ….આ અક્ષરધામ એ કેવળ મહંત સ્વામી મહારાજ ના તીવ્ર સંકલ્પ થી જ થઈ રહ્યું છે…..આવો તીવ્ર સંકલ્પ મહંત સ્વામી એ ક્યારેય કર્યો નથી….માટે જ આ અક્ષરધામ સર્વોપરી બનશે….આના દર્શન કરી આપણે બધા ન્યાલ થઈ જશું….કૃતાર્થ થઈ જશું…!
- અહીં 30000 વાહનો પાર્ક થઈ શકે એવું વિશાલ પાર્કિંગ હશે…..1 કિલોમીટર ની તો પરિક્રમા થશે….બોટરાઈડ, નીલકંઠ વરણી દર્શન,વોટર શો, સાંસ્કૃતિક પ્રદર્શન વગેરે થશે…..મુંબઇ IIT ના સિવિલ એન્જિનિયર વિભાગ ના હેડ પ્રોફ. યોગેશ દેસાઈ , જ્યારે અહીંના વિશાળતમ સભાખંડ – 20000 થી વધુ ની કેપેસિટી છે જેમાં કોઈ સેન્ટ્રલ સપોર્ટ નથી….જોઈ ને ખૂબ પ્રભાવિત થયા…! સુરત ના નિષ્ઠાવાન પુરુષ મહિલા કાર્યકરો ની રાત દિન ની સેવા અહીં ના અક્ષરધામ ના પાયા માં છે….અતુલ્ય છે…..! હાલ ના સ્ટેટસ નો વીડિયો રજૂ થયો અને દર્શન માત્ર થી હૃદય ગર્વ થી ઉભરાઈ ગયું….! આપણું બધું જ….સેવા..સમર્પણ…સત્સંગ….સંતો…હરિભક્તો..સંકલ્પ…. સંસ્થા..સત્પુરુષ….ભગવાન સર્વોપરી…. અજોડ..છે…..!!!! અદભુત…અદભુત….!!!
અદભુત…અદભુત….!!!
એ પછી પેરિસ ના વિશાળ મંદિર નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે…તેની માહિતી વીડિયો દ્વારા મળી…..2 થી 14 સપ્ટેમ્બર 26 માં બાપા ત્યાં ઉદ્ઘાટન માટે જવાના છે…મોટો ઉત્સવ થશે….ત્યાં જવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે…….!! પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ નું ભજન થશે…..એ સંકલ્પ હવે સાકાર થઈ રહ્યો છે….! સુરત અક્ષરધામ ને સેવા માટે નું આયોજન થશે….સર્વે એ પોતાનો સમય સેવા માં આપવો…..જાહેરાત થઈ કે- આવતા રવિવારે શ્રીહરિ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નું આયોજન છે….પંચ દિવસીય ઉત્સવ પણ છે….વધુ માહિતી પરા સભા માં સર્વે ને મળશે….
આવતા રવિવારે વિશિષ્ટ રવિસભા નો લાભ મળશે….એ જાહેરાત પછી પૂ.ઇશ્વરચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે- સુરત નું અક્ષરધામ વિશાલ અને ભવ્ય હશે…..આ આપણા હિન્દૂ ઇતિહાસ માં અભૂતપૂર્વ દર્શનીય સ્થળ હશે….! આ બધું બાપા ના પ્રબળ સંકલ્પ થી જ થઈ રહ્યું છે…..સુરત ના હરિભક્તો એ તો આ અક્ષરધામ માટે પોતાનું સર્વસ્વ કૃષ્ણર્પણ કરી દીધું છે…તન મન ધન થી અજોડ સેવા કરી રહ્યા છે….રોબિન્સ વિલ જેવુ જ વિશાલ અને ભવ્ય અક્ષરધામ આપણે અહીં ઘર આંગણે બનશે. આપણે ક્યાં થી ક્યાં પહોંચ્યા છીએ….બોચાસણ માં અતિ કઠિન સ્થિતિ વચ્ચે મંદિર બન્યું અને આજે આવા વિશાલ અને ભવ્ય મંદિર બને છે…..એ બધું આપણા ગુરુ અને ઇષ્ટદેવ ના સંકલ્પ બળે થઈ રહ્યું છે…..આવતા વર્ષે તેનું ઉદ્ઘાટન થશે….! સંકલ્પ સત્ય થયા છે…..આ બધું દિવ્ય..અલૌકિક છે…..દિવ્ય ઉપાસના…દિવ્ય સિદ્ધાંત મળ્યો છે…..! ગર્વ લેવો જોઈએ…..જીવન ધન્ય કરીએ…!
આજની સભા નો એક જ સાર હતો કે- જ્યારે સંકલ્પ સ્વયં પુરુષોત્તમ નારાયણ નો હોય પછી તેમાં ખોટ શાની હોય…!! એમનું કાર્ય એમના ગુણાતીત સંત દ્વારા ચાલુ જ રહેશે…પૂરું થશે જ….માટે જ ભગવાન ના આ કાર્ય નો નાનકડો તો નાનકડો…..હિસ્સો અચૂક બની લાભ લઇ લેવો……! બિલકુલ…પેલી રામાયણ ની ખિસકોલી ની જેમ…!!
ભગવાન ની ડિઝાઇન અઘરી છે પણ સત્પુરુષ નો હાથ પકડ્યો છે તો સહજ જ સમજાઈ જશે….!! જીવન નો સાર જ આ છે……સમજી રાખો…
અહીં તો હરિ ને મરજી એ જ આપણું પ્રારબ્ધ….!
સદાય પ્રથમ શ્રીહરિ ને રે….
જય જય સ્વામિનારાયણ
રાજ











































