ક્યારેક એવો થાય અનુભવ અવાજનો (ગઝલ) ~ મનોજ ખંડેરિયા ~ સ્વરકાર: અમર ભટ્ટ ~ સ્વર: રાસબિહારી દેસાઈ

રચના: મનોજ ખંડેરિયા
સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર: રાસબિહારી દેસાઈ

Image

ક્યારેક એવો થાય અનુભવ અવાજનો
અડકું તો ઓગળી જતો પાલવ અવાજનો

ઊડી જજો હે મારા ધવલ મૌનનાં વિહગ
લાગ્યો છે આજ જંગલોમાં દવ અવાજનો

ઘોંઘાટિયા શહેરમાં તારું ટહુકવું
ખીલ્યું છે એક પદ્મ ને કાદવ અવાજનો

અર્થોની અપ્સરાઓ બધી ક્યાં ગઈ કહો
ઝાંખો હવે પડી ગયો વૈભવ અવાજનો

આજે પવન ફરીથી અચાનક પડી ગયો
થાયે કદાચ ક્યાંકથી ઉદ્ભવ અવાજનો

***

शाम के साँवले चेहरे को निखारा जाये ~ शायर: क़तील शिफ़ाई ~ गुलूकार: हुसैन बक्श खान

शायर: क़तील शिफ़ाई
गुलूकार: हुसैन बक्श खान

Image

शाम के साँवले चेहरे को निखारा जाये
क्यों न सागर से कोई चाँद उभारा जाये

रास आया नहीं तस्कीं का साहिल कोई
फिर मुझे प्यास के दरिया में उतारा जाये

मेहरबाँ तेरी नज़र, तेरी अदायें क़ातिल
तुझको किस नाम से ऐ दोस्त पुकारा जाये

(मुझको डर है तेरे वादे पे भरोसा करके
मुफ़्त में ये दिल-ए-ख़ुशफ़हम न मारा जाये)

जिसके दम से तेरे दिन-रात दरख़्शाँ थे “क़तील”
कैसे अब उस के बिना वक़्त गुज़ारा जाये

(प्रेषक: प्रणय वसावड़ा)

તારી નજરથી જિંદગીનો રંગ ફરી ગયો ~ પિનાકીન ત્રિવેદી ~ સ્વર: હરિહરન

રચના: પિનાકીન ત્રિવેદી
સ્વરાંકન: ?
સ્વર: હરિહરન

Image

તારી નજરથી જિંદગીનો રંગ ફરી ગયો,
ભવભવની આ મજલનો મારો ઢંગ ફરી ગયો.

ભટકી ભમીભમીને થાકી ગયો’તો ભારી,
આશા મૂકી દીધી’તી, હિંમત ગયો’તો હારી;
ભીતર ને બહાર જામી ઘનઘોર અંધિયારી,
ત્યાં તો વીજલ કડાકે સ્વારી પધારી તારી,
તારો આ ચમત્કાર મને દંગ કરી ગયો. — તારી

જ્યાં કાલિમા હતી ત્યાં શી લાલિમા છવાઈ!
મરુભોમ  જ્યાં હતી ત્યાં નંદનબહાર છાઈ!
જ્યાં મોત નાચતું ત્યાં સંજીવની શી તારી
પલટી રહી બધું આ ચડતી અજબ ખુમારી.
આ સંગમે સંસારનો સૌ સંગ સરી ગયો. — તારી

(પ્રેષક: સંજય રાઠોડ)

ખાલી કૂવે કોશ ચલાવી હવે અમે તો થાક્યા રે ~ ચંદ્રકાન્ત શેઠ ~ સ્વર અને સ્વરાંકન: અમર ભટ્ટ

રચના: ચંદ્રકાન્ત શેઠ
સ્વર અને સ્વરાંકન: અમર ભટ્ટ

Image

ખાલી કૂવે કોશ ચલાવી હવે અમે તો થાક્યા રે,
અરે અમારે તળિયે કોરાં ઝરણ ઝાંઝવાં જાગ્યાં રે .

ખેતર મોટાં ખેડ ઘણેરી બીજ ઊંચેરા વાવ્યાં  રે,
ગગન થકી નહિ અમરત ઉતર્યાં, ઊગતામાં મુરઝાયાં રે,
ખાલી હાથે અમે જ અમને અદકા ભારે લાગ્યા રે.
અરે અમારે તળિયે કોરાં ઝરણ ઝાંઝવાં જાગ્યાં રે .

મનના મારગ ખુંદતા ખુંદતા બોર રૂપાળા મળિયા રે
જ્યારે ચાખ્યા ત્યારે જાણ્યું નકરા એમાં ઠળિયા રે
ખાલીપામાં ખોવાયાં જલ ઊંડે અમને વાગ્યાં રે
અરે અમારે તળિયે કોરાં ઝરણ ઝાંઝવાં જાગ્યાં રે .

***

વાયરાની ડેલીએ બેસીને રોજ કહાન ~ રસિક દવે ‘બેહદ લુંધીયાવી’ ~ સ્વર અને સ્વરાંકન: પીયૂષ દવે

રચના: રસિક દવે ‘બેહદ લુંધીયાવી’
સ્વર અને સ્વરાંકન: પીયૂષ દવે, કથન સ્ટુડિયો. જૂનાગઢ

Image

વાયરાની ડેલીએ બેસીને રોજ કહાન, વાટ્યુંને ભીંજવી છે આંખ્યથી
વાટ્યુંને ભીંજવી છે આંખ્યથી.

નજર્યુંના પંખીઓ ઊડી ઊડીને કહાન મથુરાના માર્ગે જાતા,
છાના નિ:શ્વાસોને છાતીમાં પૂરીને શમણાઓ રોજ નંદવાતા,
મનના વૃંદાવનને સળગાવી રાતભર,
દાઝ્યા કર્યું છે અમે આગ્યથી..
વાયરાની ડેલીએ….

જમાનાના નીર મારી પાંપણથી ચાલ્યા ને શૂળો થઈ ભોંકાણી રાત,
છાતીનો ડૂમો ગોવર્ધન થઈ બેઠો ને પરાઈ થૈ ગૈ છે જાત,
પવનના ઝોંકામાં વાંસળીનો સૂર હવે વાગ્યા કરે છે તમ યાદથી..
વાયરાની ડેલીએ…

ગાયોના બાળ હવે નાચતા નથી કે નથી ગોરજની સંધ્યાઓ થાતી,
“ફરિયાદી થૈ નથી.. ગોપીઓએ જાતી નથી” જશોદાજી મીઠું ખીજાતી,
ગોરસની મટુકી અકબંધ રહે છે મારી મારગના બંધ તવ વાદથી…
વાયરાની ડેલીએ….

***

ખેલત વસંત આનંદકંદ ~ મકરંદ દવે ~ સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ ~ સ્વર: આરતી મુનશી અને સાથીઓ

રચના: મકરંદ દવે
સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: આરતી મુનશી અને સાથીઓ

Image

ખેલત વસંત આનંદકંદ.
સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ.

પટ પીત વીજ ચમકે અમાપ, શિર મોરપિચ્છ જયમ ઇન્દ્રચાપ.
પિચકારી કેસુ-જલ રેલછેલ, તરબોળ ગોપ ગોપી છકેલ.
નાચે નિછોરી હસી નંદલાલ, કેસર અબીલ કુંકુમ ગુલાલ.

બાજે મૃદંગ ડફ વેણુ શોર, ગાજે સુઘોષ ઘન ગગન ઘોર.
હરિ બોલ રંગ! હરિ બોલ રાગ! ગાવત ગુણીજન હોરી-ફાગ.
મકરન્દ ધન્ય મંગલ અનંત, વ્રજરાજ આજ વરસે વસંત.

***

કેડીનો છેવાડો આવ્યો ઈશ્વર દૂરનો દૂર છે ~ રચના: અવિનાશ વ્યાસ ~ સંગીત: ગૌરાંગ વ્યાસ ~ સ્વર: સંજીવની

રચના: અવિનાશ વ્યાસ
સંગીત: ગૌરાંગ વ્યાસ
સ્વર: સંજીવની

Image

કેડીનો છેવાડો આવ્યો ઈશ્વર દૂરનો દૂર છે

ગામ ગામ ને નગર નગર, મંદિર મોટાં મશહૂર છે
શ્યામસુંદર ની મૂરત બનાવી હોઠે મુરલી મધુર છે.
પણ ઈશ્વર દૂર નો દૂર છે….

પાંખ મોટી ને ગગન છે નાનું તોય પંખી થઈને ઊડ્યું
પંડમાં મારા પરમેશ્વર તોય પરમેશ્વરને ઢુંઢુ
કોઈ ન ચીંધે મારગડો મને, સહુમાં સહુ ચકચૂર છે
પણ ઈશ્વર દૂરનો દૂર છે….

સિંધુ ધરી જો પર હોય દયાનું બિંદુ જો ભગવાનમાં
તો શ્રધ્ધાનો દીપ રાખી સળગતો આંધી આ તુફાનમાં
કોણ જીતે ને કોણ હારતું જોવા સહુ આતુર છે
પણ ઈશ્વર દૂરનો દૂર છે….

ઘડી તડકો ઘડી છાયો વાટમાં ઘડી દિવસ ઘડી રાત
કંઈ ઝરણા કાંઈ  નદીઓ આવી આવ્યો ન ગંગાઘાટ
આવ્યા આખી પ્યાસ બુઝાવવા આંસુડાના પૂર છે
પણ ઈશ્વર દૂરનો દૂર છે..

(પ્રેષક: પ્રણય વસાવડા)

સાહેબ મારા મેલા કપડાં ધૂએ (ગીત) ~ કવિઃ સુરેન ઠાકર ‘મેહુલ’ ~ સ્વરાંકન-સ્વરઃ સુરેશ જોશી

Image

કવિઃ સુરેન ઠાકર ‘મેહુલ’
સ્વરાંકન-સ્વરઃ સુરેશ જોશી

(ગીત પહેલાં સુરેન ઠાકર ‘મેહુલ’ના અવાજમાં જે પૂર્વભૂમિકા છે, તે અચૂક સાંભળવા વિનંતી.)

સાહેબ મારા મેલા કપડાં ધૂએ
તરવેણીને તીર ઊભો ઈ
આજુબાજુ ના જુએ

મેલ ભરાયો અગમ ખૂણે ઈ
ધોતાં ધોતાં રૂએ
ટીપે ટીપે અડસઠ તીરથ
અનરાધારે ચૂએ… સાહેબ

ફાટ્યું વસ્તર, મરમી મારો
તન તોડીને તૂને
તપના તાપે સૂકવી વ્હાલો
નચંત થઈને સૂવે… સાહેબ

સોનલવરણી સાંજ ઢળે ને
ઝાલર ટાણે ઝગે
સુમિરન કરતાં સત-ચિત્ત-આનંદ
હોનાર હોય સો હુએ… સાહેબ

***

ઝાઝું નજીક નહીં જાવું (ગીત) ~ કવિ: હિતેન આનંદપરા ~ બે સ્વરાંકન

Image

કવિ: હિતેન આનંદપરા

(1) સ્વરકાર: પરેશ નાયક
સ્વર: દિવીજ નાયક

ઝાઝું નજીક નહીં જાવું
કોઈની ઝાઝું નજીક નહીં જાવું
પાછળથી શાને પસ્તાવું ?

અંતર એક અદકેરું જાળવતાં આવડે તો સંબંધો ફૂલે નહીં, ફાલે
એક બે જણ ખાલી સોંસરવા રાખીને બાકીને રામરામ ચાલે
મોંઘેરી લાગણીનાં કરવાં જતન, નાહકનું શાને સસ્તાવું?
કોઈની ઝાઝું નજીક નહીં જાવું

ઇશ્વર સિવાય કોઈ સર્જક નથી, આ માણસ તો ખાલી વચેટિયો
આઘેથી ઊંચા પહાડ જેવો લાગે, ઓરા જાઓ તો સાવ વ્હેંતિયો
સર્જકને માન, એના સર્જનને માન, વચેટિયામાં નાહક અટવાવું
કોઈની ઝાઝું નજીક નહીં જાવું

***
(2) સ્વરકાર: રિષભ મહેતા
સ્વર: રિષભ મહેતા – ગાયત્રી ભટ્ટ

આ પ્રથમ કદીય તે કદમ આ ડગમગ્યા નથી (ગીત) ~ સુરેશ દલાલ ~ સ્વરાંકન-સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

Image

પ્રસ્તુત ગીતમાં કવિ સુરેશ દલાલની છટા પણ નોખી છે અને પુરુષોત્તમ ઉપાધ્યાયની તે સાવ અનોખી. પોતાની શૈલીથી જુદા થઈને આ બંને જણે કરેલું કમનીય કારસ્તાન કાબિલ-એ-દાદ છે. મદહોશ મિજાજમાં લખાયેલું અને અલ્લડ આવારગીમાં સ્વરાંકિત થયેલું ગીત જાણે Zen-G માટે તૈયાર થયું હોય એવું લાગે છે. વેલેન્ટાઈન ડે નિમિત્તે એકવીસમી સદીમાં વીસમી સદીની આ સુ.દ.– પિયુ  તાજગી માણીએ.

કવિઃ સુરેશ દલાલ
સ્વરાંકન-સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

આ પ્રથમ કદીય તે કદમ આ ડગમગ્યા નથીઃ
આંખથી હું રૂપનો શરાબ પીતાં પી ગયો!

ચરણને ચાલવા હવે હૂંફાળો તારો હાથ દે
નિશા અને નશા મહીં સુંવાળો તારો સાથ દે
હજી તરસ મટી નથી, હજી તરસ ઘટી નથી
આંખથી હું રૂપનો શરાબ પીતાં પી ગયો!

પલ મહીં ચીરી ગઈ એ વીજળીની વાત શી!
એ વિના કશા દિવસ ને આ અકેલી રાત શી!
આ જિંદગી ગમી નથી કે વેદના શમી નથીઃ

આંખથી હું રૂપનો શરાબ પીતાં પી ગયો!
***