* રવિવારે ૧૫ કિમી (~ ૧૪.૫૫ જો GPSનું માનીએ તો!) દોડવાનું આયોજન ADR તરફથી હતું. દોડાયું અને મજા આવી. બપોરે થાકીને સરસ ઊંઘ આવી તે એકસ્ટ્રા ફાયદો. ADR ની સરસ મજાની ટી-શર્ટ મળી.
* કેવી રીતે જઈશ.. ના ગીતો ડાઉનલોડ માટે પ્રાપ્ત છે. જુઓ: http://keviritejaish.com/index1200.html સાઇટ પણ સરસ મજાની છે. વેલ ડન!
તેના મ્યુઝિક લોન્ચમાં ન જઈ શક્યો. અમારે ‘ત્રણ દરવાજા’ જવાનો કાર્યક્રમ હતો, જે સફળ રહ્યો. વર્ષો પછી એ રસ્તા પર કંઈક ખરીદી માટે ગયા. કવિનને લઈને તો પહેલી વાર ત્યાં ગયા. ફ્રુટ્સ, શરબત અને કેકની સામગ્રીઓની ખરીદી કરવામાં આવી 🙂
* કોઈને ‘ભેદી ટાપુ’ (The mysterious island – Jules Verne નો ગુજરાતી અનુવાદ) પ્રાપ્ત છે? આ પુસ્તક સ્કૂલમાં હતો ત્યારે ૨૦ થી ૨૫ વખત વાંચ્યું હશે, પણ હવે પાછી ફરી એકવાર વાંચવાની ઈચ્છા છે. છે કોઈ? 🙂 નહિતર પછી છેવટે, અંગ્રેજીમાં વાંચવાનો વિકલ્પ તો છે જ.
