આજે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા-કોલેજ ના વિદ્યાર્થીઓ, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા અને દેશભક્તિના રંગે રંગાયા. 🇮🇳
@PMOIndia @CMOGuj @revenuegujarat
Official Twitter Handle of District Collector & District Magistrate Morbi.
- જિલ્લા સેવા સદનમાં કાર્યરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રોજગાર કચેરી, આયોજન કચેરી તથા માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લઈ, હાજર અરજદારો સાથે કચેરીની વિવિધ સેવાઓ બાબતે પ્રતિભાવ લીધા. વિવિધ કચેરીઓની કામગીરીની સમીક્ષા કરી તથા જરૂરી સૂચનો કર્યા. @CMOGuj @PMOIndia @revenuegujarat
- જિલ્લામાં કાર્યરત SSNLની વિવિધ શાખા નહેરો- માળિયા બ્રાન્ચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ તથા મોરબી બ્રાન્ચ કેનાલની મુલાકાત લઈ ચાલી રહેલા કામોની સમીક્ષા કરી. ખિરઈ ખાતે GWIL હેડવર્ક્સની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું. @CMOGuj @PMOIndia @revenuegujarat
- મોરબીના બગથળા ગામે સંપૂર્ણ દફતર તપાસણી કરી રેવન્યુ રેકર્ડ ચકાસ્યું. સરકારી ખરાબા, ગૌચર, નીમ થયેલ ગામતળ તથા અન્ય સર્વે નંબરોની મુલાકાત કરી. ગ્રામજનો સાથે સંવાદ કરી વિકાસકાર્યો અને જનસુવિધાઓની સમીક્ષા કરી @CMOGuj @revenuegujarat @PMOIndia

